Hindenburg Report: સેબી અને હિંડનબર્ગ આમને સામને, નિષ્ણાતોનું શું માનવું છે

Hindenburg Report: તમને બધાને ખબર જ હશે કે વર્ષ 2023 માં અમેરિકાની કંપની હિંડનબર્ગ એ ભારતના ફેમસ બિઝનેસમેન ગૌતમ અદાણી ની કંપની અદાણી ગ્રુપ ઉપર આક્ષેપો કર્યા હતા. તેના લીધે અદાણી ગ્રુપના શેરોમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર ભારતના ઘણા બધા નાના-મોટા રોકાણકરો પર થઈ હતી.

પરંતુ સમય જતા અદાણી ગ્રુપના શેરોમાં રિકવરી જોવા મળી. અને ફરીથી અદાણી ગ્રુપના શેરો વધવા લાગ્યા. પરંતુ ફરી હિંડનબર્ગ નામની કંપની ભારતમાં એક્શન મોડ માં આવી ગઈ છે અને તેના લીધે જ ભારતની શહેર માર્કેટમાં હલચલ જોવા મળી રહે છે.

આ વખતે સેબી કંપની નિશાના પર | Hindenburg Report

વર્ષ 2023 માં હિંડનબર્ગ નામની કંપનીએ અદાણી ગ્રુપ ઉપર આક્ષેપો કરી રિપોર્ટ આપ્યો હતો હવે 2024 માં હિંડનબર્ગ કંપની ભારતની સેબી (SEBI) કંપની પર આક્ષેપો કર્યા છે. ઉપરાંત સેબી કંપનીના ચીફ માધવી પૂરી બૂચ અને તેમના હસબન્ડ પર આરોપો લગાવ્યા છે.

હિંડનબર્ગનું કહેવું છે કે સેબીના વડા માધવી પુરીબોજ અને તેમના પતિએ અદાણી ગ્રુપના વિદેશી ફન્ડ્સમાં રોકાણ કર્યું હતું. આ કારણે જ સેબી દ્વારા અદાણી ગ્રુપ પર પગલા લેવામાં ન હતા આવ્યા.

શેરબજારના નિષ્ણાતોનું શું માનવું છે

શેરબજારના નિષ્ણાતો જેમ કે બાથિની, વિનીત બોલિંગકર, બોલિન્જકર વગેરે દ્વારા હિંડનબર્ગના આ આક્ષેપો પર કહેવું છે કે હિંડનબર્ગ દ્વારા ફક્ત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ વિશે હિંડનબર્ગ કોઈ ઠોસ સબૂત રજૂ કરી રહ્યા નથી તેથી આ આક્ષેપોની શેર બજારમાં ટૂંકા સમયગાળા માટે અસર થશે પરંતુ લાંબા ગાળે આ આક્ષેપોની કોઈ જ અસર નથી.

માધવીપૂરી બૂચ અને તેમના પતિ નો જવાબ

સેબી ના વડા બુચ દંપતિ એટલે કે માધવીપૂરી બૂચ અને તેમના પતિ દ્વારા હિંડનબર્ગ દ્વારા કરેલા આ આક્ષેપોને તદ્દન ખોટા ઠેરવ્યા છે. આ ઉપરાંત વધારામાં કહ્યું કે હિંડનબર્ગના આક્ષેપો પાયાવિહોણા છે અમે અમારી આર્થિક પરિસ્થિતિ શરૂઆતથી જ ખુલ્લી કિતાબની જેમ રાખેલ છે અને હજુ પણ અમને અમારા નાણાકીય દસ્તાવેજ રજુ કરવામાં એતરાજ નથી.

આ ઉપરાંત અદાણી ગ્રુપ દ્વારા પણ હિંડનબર્ગના આક્ષેપોને નકારી દેવામાં આવ્યા છે.

તો મિત્રો આ શેર બજારમાં ચાલતી હલચલ વિશે તમારું શું માનવું છે શું હિંડનબર્ગ ફક્ત પોતાના ફાયદા માટે વારંવાર ખોટા આક્ષેપો લગાવી રહી છે કે પછી તેના સાચા આક્ષેપો અને આરોપોને દબાવી દેવામાં આવી રહ્યા છે, કોમેન્ટ કરી જણાવજો. ધન્યવાદ.

Read More:

Leave a comment